Xtaxo પર આપનું સ્વાગત છે. અમારું સોફ્ટવેર વાપરતા પહેલા નીચેની સેવાની શરતો અને નિયમો કાળજીપૂર્વક વાંચો. એકાઉન્ટ બનાવીને તમે આ શરતો સ્વીકારો છો તેમ માનવામાં આવશે.
૧. એકાઉન્ટ રજીસ્ટ્રેશન
Xtaxo વાપરવા માટે તમારે સાચું એકાઉન્ટ બનાવવું પડશે. તમારા લોગિન પાસવર્ડની સુરક્ષા માટે તમે પોતે જવાબદાર છો. તમારે તમારા સાચા વેપારના નામ અને GSTIN વિગતો આપવાની રહેશે.
૨. સોફ્ટવેર ઉપયોગના નિયમો
તમે Xtaxo ERP ના સોડ કોડમાં કોઈ છેડછાડ, હેકિંગ કે અનધિકૃત ઓટોમેશન ટૂલ્સ ચલાવી શકશો નહીં. જો ગેરકાયદેસર પ્રવૃત્તિ કે શરતોનો ભંગ જણાશે, તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.
૩. પેમેન્ટ અને સબ્સ્ક્રિપ્શન
Xtaxo મલ્ટીપલ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ ઓફર કરે છે. સબ્સ્ક્રિપ્શન ચાર્જ એડવાન્સમાં માસિક કે વાર્ષિક ચૂકવવાનો રહેશે. કોઈ ખાસ સંજોગો સિવાય ચૂકવેલી ફી રિફંડપાત્ર નથી.
૪. નાણાકીય વિગતોની ચોકસાઈ
Xtaxo તમને GST રિપોર્ટ અને ટેક્સ ગણતરીમાં મદદ કરે છે, પરંતુ ટેક્સ પોર્ટલ પર ડેટા સબમિટ કરતા પહેલા તેની ચકાસણી કરવાની અંતિમ જવાબદારી તમારી (યુઝરની) રહેશે.
૫. એકાઉન્ટ સમાપ્તિ (Termination)
તમે ગમે ત્યારે તમારું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરી શકો છો. સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી, તમારો ડેટા સેવ રાખવા માટે ૩૦ દિવસનો સમય મળશે, ત્યારબાદ તેને સર્વર પરથી હટાવી દેવામાં આવશે.
અમારો સંપર્ક કરો
જો તમને સેવાની શરતો અંગે કોઈ મૂંઝવણ હોય, તો support@xtaxo.com પર સંપર્ક કરી શકો છો.